પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023, જુઓ સંપૂર્ણ માહિતી

પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023, Western Railway Bhavnagar Bharti 2023: સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પશ્ચિમ રેલવે, ભાવનગર પરા 28 હોલ્ડ સ્ટેશનો માટે કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે. 


પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023, જુઓ સંપૂર્ણ માહિતી


✓ સંસ્થાનું નામ: પશ્ચિમ રેલવે ભાવનગર
✓ પોસ્ટનું નામ: ટિકિટ બુકિંગ એજન્ટ
✓ સ્થળ: ભાવનગર ડિવિઝન નીચે આવતા હોલ્ટ સ્ટેશન
✓ લાયકાત: ઓછામાં ઓછુ 10 પાસ
✓ છેલ્લી તારીખ: 20/01/2023
✓ અરજી પ્રકાર: ઓફલાઈન

ટિકિટ બુકિંગ એજન્ટ ભરતી 2023

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન દ્વારા કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.

હોલ્ટ સ્ટેશનની વિગતો નીચે મુજબ છે.
અનુક્રમણિકા નંબર & હોલ્ટ સ્ટેશનનું નામ
01 હાથીગઢ
02 ઈંગોરાળા
03 જીરારોડ
04 મારીયાણા
05 સજનવાવરોડ
06 અમૃતવેલરોડ
07 મોટાજાદર
08 બજુડ
09 કનાડ
10 બંધનાથ
11 ચોકી સોરઠ
12 સખપુર
13 સુપેડી
14 ચિત્રાવડ
15 જામ્બુર
16 તોરણીયા
17 પાંચતલાવડા રોડ
18 ભાડેર
19 જુનીચાવંડ
20 મઢડા
21 ચંદ્રાવા
22 લોલીયા
23 વાવડી
24 તરસાઇ
25 રાણાબોરડી
26 બડોદરા
27 વલાદર
28 જશાપુર

યોગ્યતા અને માપદંડ
  • અરજદારે 18 વર્ષની આયુ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
  • લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા 10મું ધોરણ પાસ હોવું જોઈએ.
  • અરજદારએ સ્થળનો કાયમી રહેવાસી હોવો જોઈએ જ્યાં હોલ્ટ સ્ટેશન આવેલું છે. નિવાસસ્થાનને સ્થાનિક રહેઠાણ તરીકે ગણવામાં આવવું જોઈએ જો તે, તે જ જીલ્લામાં સ્થિત હોય, જ્યાં સ્ટેશન સ્થિત છે.
  • અરજદાર સક્રિય સેવા માટે યોગ્ય અને કોઈ પણ ચેપી રોગથી મુક્ત હોવો જોઈએ.
  • અરજદાર સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ.

પ્રમાણપત્રો / દસ્તાવેજ લિસ્ટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ.
  • એસએસસી બોર્ડ માર્કશીટ નકલ.
  • કાયમી નિવાસી પ્રમાણપત્ર.
  • સરકારી મેડીકલ હોસ્પિટલ/પીએચસી સેન્ટર દ્વારા ફિટનેસ પ્રમાણપત્ર.
  • અરજદાર સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ તથા તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોવો જોઈએ નહી તેનું પોલીસ સ્ટેશન દ્વારા પ્રમાણપત્ર.

શરતો અને નિયમો
  • પ્રારંભિક કરારનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. રેલવે બોર્ડની પોલીસી મુજબ તેની મુદ્દત સમાપ્તિ પર પાંચ વર્ષથી આગળના સમયગાળા માટે વિસ્તૃત કરી શકાય છે.
  • સફળ અરજદારને રૂ. 2000/-ની રકમ સિક્યોરીટી ડિપોઝીટ તરીકે જમા કરાવવાની રહેશે.
  • નિમણૂક સંપૂર્ણ પણે કરાર આધારિત છે અને તેમાં કોઈ સુવિધાઓ નથી જેમ કે રેલવે સેવામાં સમાવેશ, સેવાનું નિયમિતકરણ, બોનસ, રેલવે પાસ સુવિધાઓ હોલ્ટ કોન્ટ્રાકટરને પ્રાપ્ત થશે નહી.
  • પસંદગી સમિતિ અરજીઓ અને ટૂંકી યાદી પાત્ર અરજીઓની ચકાસણી કરશે. જો એક કરતા વધુ યોગ્ય ઉમેદવારો એક હોલ્ટ સ્ટેશન માટે અરજી કરે તો કોઇપણ બાળક દ્વારા કાઢવામાં આવેલ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે.

કમિશનની ચૂકવણી
વર્તમાન રેલવે બોર્ડના પત્ર નંબર 2017/TG-IV/2/RB/05/હોલ્ટ પોલિસી તા.18-11-2019 મુજબ નીચે પ્રમાણે વેંચાયેલી માસિક ટિકિટની રકમ પર હોલ્ટ એજન્ટને કમિશન આપવામાં આવશે
માસિક ટિકિટો વેંચાણનું ટર્નઓવર રૂ. માં ટકાવારીમાં કમિશન ચુકવવાનું રહેશે
રૂ. 1 થી રૂ. 15,000/- 15% (હોલ્ટ કોન્ટ્રાકટરને ચુકવવાપાત્ર લઘુત્તમ કમિશન 2 જોડી ટ્રેનના સ્ટોપેજ સુધીના હોલ્ટ માટે દર મહિને રૂ. 1,000/- અને 2 જોડીથી વધુ ટ્રેનના સ્ટોપેજ ધરાવતા હોલ્ટ માટે દર મહીને રૂ. 1,500/- રહેશે)
રૂ. 15,001 થી રૂ. 50,000/- 12%
રૂ. 50,001 થી રૂ. 1,00,000/- 9%
રૂ. 1,00,001 થી રૂ. 2,00,000,/- 6%
રૂ. 2,00,001 અને વધુ 3%

સહાયક દસ્તાવેજો સાથે અરજી પરિશિષ્ટ Aમાં સંલગ્ન નિયત પ્રફોર્મામાં જમા કરવાની રહેશે.
હોલ્ટ એજન્ટની નિમણૂક પ્રેસ નોટીફીકેશન વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર પણ ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી શકાય છે અને અરજી જમા કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

અરજી કઈ રીતે કરશો?
અરજી સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા-364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને બંધ થવાની તારીખ અને સમય 20/01/2023ના 18:00 કલાક સુધી છે.

મહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ: 20 જાન્યુઆરી 2023 ના 18:00 સુધી

Railway પોર્ટલ: www.wr.indianrailways.gov.in

પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023, જુઓ સંપૂર્ણ માહિતી


Imp Links

👉 સંપૂર્ણ માહિતી જુઓ



Get All Government And Other Letest Jobs Update - please Visit our website Govtjobnews.in

🔝 Join Telegramhttp://gg.gg/Govtjobnews-in

Popular Posts

Recent Posts

Categories

Unordered List

Text Widget

Blog Archive