GRD રાજકોટ ભરતી 2025 માટેની જાહેરાત મુજબ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દળના તાબા હેઠળ ગ્રામ રક્ષક દળ (GRD)ના માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે છે. ભરતી પ્રક્રિયા અંગેની મુખ્ય માહિતી નીચે મુજબ છે: GRD Rajkot Bharti 2025
ભરતીની મુખ્ય માહિતી:
પદનું નામ: ગ્રામ રક્ષક દળ (GRD) માનદ સભ્ય
જિલ્લો: રાજકોટ ગ્રામ્ય
ભરતી પ્રકાર: હંગામી ધોરણે માનદ વેતન
લાયકાત:
ઉંમર: 20 થી 50 વર્ષ (અનુસૂચિત જાતિ/જનજાતિ માટે ઉંમરમાં છૂટ આપવામાં આવશે)
શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ
ઉંચાઈ:
પુરૂષો: 165 સે.મી. (ઉંચાઈ) અને 1600 મીટર દોડ 8 મિનિટમાં
મહિલાઓ: 150 સે.મી. (ઉંચાઈ) અને 800 મીટર દોડ 6 મિનિટમાં
અન્ય લાયકાત: સ્થાનિક ભાષાનું જ્ઞાન અને સ્થાનિક વસવાટ કરનાર
અરજી પ્રક્રિયા:
- ઉમેદવારોએ તેમના વસવાટના નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને અરજી ફોર્મ ભરવું પડશે.
- અરજી સાથે જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, શૈક્ષણિક દસ્તાવેજો, વસવાટનો પુરાવો, વગેરે) જમા કરાવવાના રહેશે.
- અરજી ફોર્મ 16 માર્ચ 2025 થી 26 માર્ચ 2025 સુધી ઉપલબ્ધ રહેશે
અગત્યની તારીખો
અરજી શરૂ તારીખ: 16 માર્ચ 2025
અરજી છેલ્લી તારીખ: 26 માર્ચ 2025
પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારોની પસંદગી શારીરિક લાયકાત, લેખિત પરીક્ષા અને મુલાકાતના આધારે કરવામાં આવશે.
- પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- અરજી કરતી વખતે બધા જરૂરી દસ્તાવેજો સાથે હોવા જોઈએ.
- અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવામાં આવ્યું હોવું જોઈએ અને સમયસર જમા કરાવવામાં આવ્યું હોવું જોઈએ.
- ભરતી પ્રક્રિયા અંગેનો અંતિમ નિર્ણય પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યનો રહેશે.
સંપર્ક માહિતી:
સ્થળ: રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ કચેરી, રાજકોટ
તારીખ: 26 માર્ચ 2025
હસ્તાક્ષર: હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય
Imp Links
✓ | સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|---|
✓ | News | Click Here |
✓ | Notification | Click Here |
✓ | More Updates | Click Here |
✓ | Join WhatsApp | Click Here |
✓ | Telegram Group | Click Here |
✓ | નવી ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |