Recent Posts

Railway WCR Recruitment 2024: વેસ્ટર્ન રેલવેમાં ધોરણ 10 પાસ માટે 3015 પોસ્ટ પર ભરતી

Wednesday 10 January 2024
Railway Recruitment 2023 Has Published An Advertisement For Below Mentioned Posts 2023. All Other Details Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee & How to Apply Are Given Below. Pleas Read All Information Carefully Before Applying 


Railway WCR Recruitment 2024: વેસ્ટર્ન રેલવેમાં ધોરણ 10 પાસ માટે 3015 પોસ્ટ પર ભરતી


Railway WCR Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની સોનેરી તક આવી છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR)એ એપ્રેન્ટિસની 3015 પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો WCR ની સત્તાવાર વેબસાઇટ wcr.Indianrailways.gov.in દ્વારા અરજી 14 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે.

રેલવે ભરતી 2024: ભારતીય રેલવેમાં કુલ 3015 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રેલવે ભરતી સેલ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જારી કરવામાં આવી છે. જે ઉમેદવારોએ સફળતાપૂર્વક તેમનું ધોરણ 10મું પૂરું કર્યું છે અને 15 થી 24 વર્ષની વય જૂથમાં આવતા હોય તેઓ RRC પશ્ચિમ મધ્ય રેલવે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.

Railway WCR Recruitment 2024: રેલવે ભરતી 2024

સંસ્થાનું નામ પશ્ચિમ મધ્ય રેલવે (WCR)
લાયકાત 10 પાસ, અને ITI
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યાઓની સંખ્યા 3015
નોકરી સેન્ટ્રલ ગવરમેન્ટ
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in

ખાલી જગ્યાઓ

JBP વિભાગ: 1164
BPL કેટેગરી: 603
કોટા વિભાગ: 853
CRWS BPL: 170
WRS ક્વોટા: 196
મુખ્યાલય/JBP: 29

શૈક્ષણિક લાયકાત

Railway WCR માટે અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10મી બોર્ડની પરીક્ષા 50 ટકા માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર પાસે સંબંધિત ITI ડિગ્રી પણ હોવી જરૂરી છે. ઉમેદવાર પાસે NCVT/SCVT દ્વારા જાહેર કરાયેલ નોટિફાઇડ ટ્રેડમાં રાષ્ટ્રીય વ્યાપાર પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને પણ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે.

પગાર ધોરણ

મહત્તમ પગાર: રૂ. 20,000/- (લગભગ)

પસંદગી પ્રક્રિયા

Railway WCR Recruitment 2024 માટે ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કામાં કરવામાં આવશે
ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
તબીબી પરીક્ષા
દસ્તાવેજ ચકાસણી

ઓનલાઇન અરજી ફી

બધા ઉમેદવારો માટે અરજી ફી – 136 રુપિયા
SC, ST, PWBD અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી – 36 રુપિયા

અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ અનુસરીને RRC WCR ભરતી 2024 માટે અરજી કરી શકે છ.
  • સૌપ્રથમ RRC WCR ની સત્તાવાર વેસાઇટ www.wcr.indianrailways.gov.in ની મુલાકાત લો.
  • અહીં રેલવે ભરતી સેલ પર ક્લિક કરો.
  • હોમપેજ પર આપેલી ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.


મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 15/12/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 14/01/2024