Fast Grid

Recent Posts

Digilocker Whatsapp service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp મા, ખાલી હેલ્લો લખી મેસેજ કરો આ નંબર પર; જાણો સંપૂર્ણ માહિતી

Tuesday, 27 June 2023
Digilocker Whatsapp service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp મા, ખાલી હેલ્લો લખી મેસેજ કરો આ નંબર પર; જાણો સંપૂર્ણ માહિતી

Digilocker Whatsapp service: આજકાલ ડીઝીટલ યુગમા અવરનવાર આપણા ડોકયુમેન્ટની જરુર પડતી હોય છે. ડોકયુમેન્ટ હાર્ડકોપીમા સાથે ન હોવાથી ઘણી વખત આપણે સમસ્યા ઉભી થતી હોય છે. આજે આપણે એક એવી સુવિધાની વાત કરીશુ જેમા ડીજીલોકરમા એડ થયેલ તમામ ડોટયુમેન્ટ હવે whatsapp મા પણ ડાઉનલોડ કરી શકાય છે. ચાલો જાણીએ આ નવા ફીચરની તમામ માહિતી.


Mygov Whatsapp / Mygov Helpdesk Number


Mygov Helpdesk પર અનેક ડીજીટલ સેવાઓ whatsapp પર મળે છે. કોરોના સમયમા કોરોવા વેકસીન સર્ટીફીકેટ whatsapp પર ડાઉનલોડ કરવા આપણે આ સુવિધાનો સારી રીતે લાભ લઈ ચૂકયા છીએ. હવે MyGov Helpdesk પર વધુ એક સારી સુવિધા મળવા જઈ રહિ છે.

નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડીયાના ભાગરૂપે Mygov Helpdesk પર વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. હવેથી તમે Whatsapp દ્વારા MyGov Helpdesk પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.

Whatsapp થી કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ થશે ?


  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  • વીમા પોલિસી – ટુ વ્હીલર
  • 12મા ધોરણની માર્કશીટ
  • વીમા પૉલિસી દસ્તાવેજો
  • વાહનના એડ કરેલા તમામ ડોકયુમેન્ટ

mygov helpdesk number


mygov helpdesk પરથી ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માટે એક mygov helpdesk whatsapp number જાહેર કરવામા આવ્યો છે. આ નંબર +919013151515 છે. આ નંબર પરથી whatsapp દ્વારા mygov helpdesk ની સુવિધાઓ મેળવી શકાય છે.

ડોકયુમેન્ટ whatsapp મા કેમ ડાઉનલોડ કરવા ?


  1. સૌ પ્રથમ તમારે તમારા ફોનમા +919013151515 આ નંબર સેવ કરવાનો છે.
  2. ત્યારબાદ whatsapp મા જઈ આ નંબર ની chat ઓપન કરો.
  3. ત્યારબાદ આ નંબર પર hi લખી મેસેજ કરો.
  4. ત્યારબાદ સામે એક Greeting મેસેજ મળશે જેમા 2 અલગ અલગ ઓપ્શન હશે. 1. co-win services અને 2. Digilocker Services.
  5. જેમા તમારે બીજો ઓપ્શન Digilocker Services સીલેકટ કરી સામે રીપ્લાય આપવાનો છે.
  6. સામે તમને એક મેસેજ મળશે જેમા Do you have Digilocker account ? એવુ પુછશે. જેમા yes ઓપ્શન reply આપવાનો છે.
  7. ત્યારબાદ સામે એક મેસેજ મળશે જેમા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવા માટે કહેશે.
  8. તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવાનો છે.
  9. ત્યારબાદ તમારા આધાર સાથે રજીસ્ટર્ડ થયેલા મોબાઈલ નબર પર એક T5P મેસેજ દ્વારા આવશે. જે તમારે Reply આપવાનો છે.
  10. ત્યારબાદ તમે આધાર કાર્ડમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટનુ લીસ્ટ આવી જશે. જેમ કે, આધાર કાર્ડ,પાન કાર્ડ,લાયસન્સ, વાહનના ડોકયુમેન્ટ વગેરે.
  11. આ પૈકી તમે કયુ ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો તેનો માત્ર ક્રમ Reply આપવાનો છે. જેમ કે આધાર કાર્ડમા આ લીસ્ટ મા 3 નંબર પર હોય તો 3 લખી Reply કરો.
  12. ત્યારબાદ થોડી સેકન્ડમા તમારુ આ ડોકયુમેન્ટ Pdf સ્વરુપમા આવી જશે.
  13. જેમા નીચે Digilocker Varified નો સીમ્બોલ હશે.
  14. એટલે કે તમારુ આ ડોકયુમેન્ટ કયાય પણ માન્ય રહેશે.

whatsapp પર આવી સુવિધાઓ ઘરેબેઠા મળવાથી આપણા ઘણા કામ સરળ બની જાય છે. કોરોના વેકસીન સર્ટી ડાઉનલોડ કરવામા આપણે આ સુવિધાનો ઘણો લાભ મેળવેલ છે. ડીજીલોકરની આ સુવિધાનો ઉપયોગ કરીને ડોકયુમેન્ટ સરળતાથી વોટસઅપ મા ડાઉનલોડ કરી સેવ રાખી શકો છો.

અગત્યની લીંક

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો


ડોકયુમેંટ whatsapp મા ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ નંબર કયો છે ?


Digilocker Whatsapp service માટે ઓફિસિયલ નંબર +919013151515 છે.

Digilocker Whatsapp service મા કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ કરી શકાય ?


ડીજીલોકરમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટ.

શું ડીજીલોકર વોટસઅપ સર્વીસ ઓફીસીયલ ગવર્નમેન્ટ સુવિધા છે?


હા, આ એક સરકાર દ્વારા આપવામા અવતી સુવિધા છે.