Recent Posts

SIP Best Investment Plan : બાળકો, યુવાન કે વૃદ્ધ. દરરોજ ₹222 બચાવવાનો જાદુ જુઓ, 10 વર્ષ પછી આરામથી જલસા કરી શકશો

Tuesday 2 January 2024

Systematic Investment Plan (sip) calculator 2024


જો તમે SIP માં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર હોય, તો આ Best SIP Plan વિશે જાણી લો, જેના દ્વારા તમે આસાનીથી 10 વર્ષની અંદરમાં 15 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. અહીં રોકાણથી પરિપક્વતા સુધીની સંપૂર્ણ ગણતરી આપવામાં આવી છે.


SIP Calculation : અત્યારે ફરવાનુ કોને પસંદ નથી! રોજના કામ અને ટેન્શનમાંથી બ્રેક લેવા માટે દરેક વ્યક્તિ ફરવાની યોજના બનાવતો હોય છે. જોકે, રૂમ બુકિંગ, પ્લેન, ટ્રેન કે કારમાં પેટ્રોલનો ખર્ચ તમારા ખિસ્સામાંથી કાઢી શકે છે. જો તમે પહેલેથી જ લાંબા વેકેશનની યોજના બનાવી રહ્યા છો, તો તેના માટે આજથી જ પૈસા ભેગા કરવાનું શરૂ કરો. જો તમે શેરબજારમાં સીધું રોકાણ કરવા માંગતા નથી, તો તમે બેસ્ટ ઓપ્શન તરીકે SIPમાં નાણાંનું રોકાણ કરી શકો છો. સામાન્ય રીતે SIPમાં લાંબા ગાળાના રોકાણની સલાહ આપવામાં આવે છે અને તેના દ્વારા તમે નાની બચતથી પણ મોટું ફંડ મેળવી શકો છો.

કેટલી બચત કરવી જોઈએ જાણો 

systematic investment plan (sip) calculator 2024:અમે તમારા માટે એક મસ્ત SIP પ્લાન લાવ્યા છીએ. આ પ્લાનમાં તમારે દરરોજ 222 રૂપિયાની બચત કરવી પડશે. તમે 10 વર્ષ માટે SIPમાં લાંબા ગાળાના રોકાણ દ્વારા રૂ. 15 લાખથી વધુ કમાણી કરી શકો છો. આ SIP પ્લાનની સંપૂર્ણ ગણતરી અહીં જાણો.

₹222 બચાવો અને તમારા ખિસ્સામાં ₹15 લાખ મેળવો!

તમારે આ SIP પ્લાનમાં દરરોજ 222 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ધારો કે તમે આ મહિનાના 30 દિવસ માટે કરો છો, એટલે કે તમે એક મહિનામાં ₹6,660 અને વર્ષમાં ₹79,920નું રોકાણ કરશો. ધ્યાનમાં રાખો કે તમારે આ SIP રોકાણ 10 વર્ષ માટે કરવાનું છે. આ સમયગાળા દરમિયાન તમે SIPમાં કુલ 7 લાખ 99 હજાર 200 રૂપિયાનું રોકાણ કર્યું હશે. સામાન્ય રીતે, SIP દ્વારા લાંબા ગાળાનું રોકાણ 12% વળતર આપે છે.

sip માં કેટલું રિટર્ન મળશે જાણો 

systematic investment plan (sip) calculator 2024: 12% રિટર્ન મુજબ, તમને 10 વર્ષમાં માત્ર ₹7,48,178નું કુલ વ્યાજ મળશે. ચાલો તમને જણાવીએ કે, SIPની પાકતી મુદત પર, રોકાણની રકમ (₹7,99,200) અને વ્યાજ (₹7,48,178) એકસાથે આપવામાં આવે છે. ગણતરી મુજબ, તમે આ SIP પ્લાન દ્વારા કુલ ₹15,47,378 કમાઈ શકો છો.

નોંધ
શેરબજારની વધઘટની અસર SIP પર પડે છે. રોકાણ કરતા પહેલા તમારે નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ. જો વળતર વધુ કે ઓછું હોય તો પાકતી મુદતની રકમ બદલાઈ શકે છે.