Table of Contents
સમગ્ર શિક્ષા (Samagra Shiksha) ભરતી જાહેરાત 2026 #marugujarat crc brc bharti 2026
BRC/URC અને CRC કો-ઓર્ડિનેટર પ્રતિનિયુક્તિ
તાજેતરમાં જ સમગ્ર શિક્ષા અંતર્ગત BRC/URC કો-ઓર્ડિનેટર તથા CRC કો-ઓર્ડિનેટરની હાલની ખાલી જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આના માટે 15 મે થી 25 મે 2026 ઑનલાઇન અરજી કરી શકાશે...
મહત્વની તારીખો (Important Dates)
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 15/05/2026 (સવારે 11:00 કલાકથી) |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 25/05/2026 (રાત્રે 23:59 કલાક સુધી) |
લાયકાત અને અનુભવ (Eligibility & Experience)
- વય મર્યાદા: ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખે મહત્તમ 50 વર્ષ.
- અનુભવ (BRC/URC): સરકારી શાળામાં શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ વર્ગખંડમાં 5 વર્ષનો અનુભવ.
- અનુભવ (CRC): સરકારી શાળામાં શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ વર્ગખંડમાં 3 વર્ષનો અનુભવ.
- કોણ અરજી કરી શકે? જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયક/શિક્ષકો.
- નોંધ: ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો અને HTAT મુખ્ય શિક્ષકો અરજી કરી શકશે નહીં.
મહત્વની સૂચનાઓ
- અગાઉ પ્રતિનિયુક્તિથી પરત ગયેલ કર્મચારીઓ માટે 1 વર્ષનો કુલિંગ પિરિયડ ફરજિયાત છે.
- નિમણૂકનો સમયગાળો: 1 વર્ષના પ્રોબેશન સહિત મહત્તમ 3 વર્ષ અને ત્યારબાદ કામગીરીના આધારે વધુ 2 વર્ષ (કુલ 5 વર્ષ) લંબાવી શકાય.
- માત્ર ઓનલાઇન (Online) અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
- ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ પોતાની પાસે રાખવાની રહેશે અને પ્રમાણપત્ર ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
અરજી કરવાની રીત (How to Apply)
ઉમેદવારોએ www.ssagujarat.org વેબસાઇટ પર જઈ Recruitment પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
