Recent Posts

Kheti Bank Recruitment: ખેતી બેંકની ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ DEO તથા પ્યુનની પોસ્ટ પર સીધી ભરતી

Thursday 1 June 2023
Kheti Bank Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેતી બેંકની ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા પ્યુનની પોસ્ટ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


Kheti Bank Recruitment 2023 | The Gujarat State Co-operative Agriculture & Rural Development Bank Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત ના 17 જિલ્લાઓમાં
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 27 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.khetibank.org/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 163 છે. જેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ની 78, ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની 72 તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)ની 13 જગ્યા ખાલી છે. તમે તમારા જિલ્લા અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી નીચે આપેલ ફોટા માં જોઈ શકો છો.

પગાર ધોરણ

ખેતી બેંક ની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) રૂપિયા 15,000
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) રૂપિયા 13,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) રૂપિયા 14,000

લાયકાત:

મિત્રો, ખેતી બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ગ્રજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) 12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) 10 પાસ તથા ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ખેતી બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ RPAD/સ્પીડ પોસ્ટ: 27/05/2023
નોકરીઓની જાહેરાત. મુદ્રિત તારીખ: 15/06/2023




Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવાનો વિડિયો જુઓઅહીં ક્લિક કરો
NotificationClick Here
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો