Recent Posts

Surya Namaskar Compilation | સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરનાર વિજેતાઓને મળશે લાખોના ઈનામ

Tuesday 19 December 2023

 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.


મહત્વપૂર્ણ લિંક 

સૂર્યનમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી રાજય કક્ષા સુધી લાખો રુ. ના ઈનામો જીતવાની તક રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો  


સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત ગ્રામ્ય કક્ષા / વોર્ડ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં નિર્ણાયક દ્વારા કરેલ પેપર વર્ક અપલોડ કરવા માટેની લીંક



સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત ગ્રામ્ય કક્ષા / વોર્ડ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં નોડલ અધિકારી તરીકે રજીસ્ટ્રેશન કરવા માટેની લીંકઃ 


મહત્વપૂર્ણ લિંક 

સૂર્ય નમસ્કાર સ્કોર શીટ અને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

તમારી શાળાના કેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે તે લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ 

સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યાદી મુજબની શાળાનો સમય સવારનો કરવા બાબત

શાળાઓની યાદી ડાઉનલોડ કરો.



ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં વિવિધ કેટેગરી અને વય પ્રમાણે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં..

• 19 ડિસેમ્બરે ગામ, નગરપાલિકા, મહાનગરપાલિકા વોર્ડ કક્ષાની સ્પર્ધા

• 23 ડિસેમ્બરે તાલુકા, નગરપાલિકા અને ઝોન કક્ષાની સ્પર્ધા

• 26 ડિસેમ્બરે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાશે. જ્યારે

• રાજ્ય કક્ષાની સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે.


સૂર્યનમસ્કાર સ્પર્ધા ગુજરાત

ઉલ્લેખનીય છે કે યોગને પ્રોત્સાહન આપવા અને લોકોને યોગનું મહત્વ સમજાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

Key 🔐 Points For 🧘🏻‍♂️સૂર્ય નમસ્કાર સ્પર્ધા🧘🏻‍♀️

🧘🏻‍♀️ આ મહાઅભિયાન તા.૧લી ડિસેમ્બર-૨૦૨૩ થી ૧લી જાન્યુઆરી-૨૦૨૪, એમ એક મહિના સુધી ચાલશે.
● આ મહાભિયાન અંતર્ગત તા.૬ ડિસેમ્બર થી આગામી ૩૧મી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થશે.

🧘🏻‍♂️ સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ આ યોગ સ્પર્ધાનું આયોજન થશે, જેમાં અંદાજે રૂપિયા ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે.

🧘🏻‍♀️ આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે.
● ત્યારબાદ તા.૧૫ ડિસેમ્બર ના રોજ ગ્રામ્યકક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષા સ્પર્ધાની સ્પર્ધા યોજાશે.
🧘🏻‍♂️ ત્યારબાદ તા.૧૯ ડિસેમ્બર ના રોજ તાલુકા તથા ઝોનકક્ષા સ્પર્ધા, તા. ૨૪ ડિસેમ્બર ના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને અંતમાં તા.૨૯ ડિસેમ્બર ના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.
● સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં નાગરિકો ભાગ લઇ શકશે.
🧘🏻‍♀️ ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. ૧૦૧ રોકડ પુરસ્કાર અપાશે.
● જ્યારે તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. ૧૦૦૦નું રોકડ ઇનામ અપાશે.
🧘🏻‍♂️ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
● રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
🧘🏻‍♀️ આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.
● સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧ જાન્યુઆરી ૨૦૨૪ ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
🧘🏻‍♂️ જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.
● તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ ૧૯૦ જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
🧘🏻‍♀️ રજીસ્ટ્રેશન કરવાની માહિતી લીંક🧘🏻‍♂️


સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાની વેબસાઇટ 

👉 snc.gsyb.in 

✓ છેલ્લી તારીખ :  15મી ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર દ્વારા 545 ગામોમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

જિલ્લાને હાર્ટ એટેક મુક્ત બનાવવા માટે યોગ કોચ અને યોગ પ્રશિક્ષકોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
1 ડિસેમ્બરના રોજ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા સુરેન્દ્રનગર મહિલા ITI કોલેજ પહોંચી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એટલે કે 18000 ગામડાઓમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરેન્દ્રનગર D.T. સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મહિલા ITI કોલેજમાં 1લી ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યો હતો. નજીકના ભવિષ્યમાં જિલ્લાના 545 ગામોમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના યોગ કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો યોગનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે 1 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી 2024 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કરી સૂર્ય નમસ્કાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં સુરેન્દ્રનગર સહિત જિલ્લાના 545 ગામડાઓમાં પણ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. પછી આ તારીખ હેઠળ. 1-12-2023 શુક્રવારના રોજ સુરેન્દ્રનગર મહિલા ITI કોલેજ ખાતે સવારે 7 થી 9 દરમિયાન સૂર્ય નમસ્કાર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, બ્રહ્મા કુમારીની હર્ષાદીદી, પતંજલિ પરિવારના પ્રમુખ સી.કે.પરમાર, ડો.નિલેશ ત્રિવેદી, તમામ યોગ પ્રશિક્ષકો, યોગ પ્રશિક્ષકો, યોગાભ્યાસીઓ અને ભદ્ર મહિલા ITI કોલેજના આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


અગત્યની લિંક્સ 🖇️

👉 સૂર્યનમસ્કાર સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

👉 સૂર્યનમસ્કાર સ્પર્ધા આયોજન લેટર

👉 સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા,, જુઓ તેના સ્ટેપ અને ગાઈડ લાઈન

👉 सूर्य नमस्कार कैसे करे जानिए स्टेप और गाइड लाइन 


સુરેન્દ્રનગર જીલ્લાને હાર્ટ એટેક ફ્રી બનાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લામાં યોગ પ્રશિક્ષકો દ્વારા કરેલ કામગીરી બદલ પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈએ કર્યું હતું. સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો સાયનાબેન, કતમબેન, ચેતનભાઈ, મદન મોહનભાઈ શર્મા, પુનમબેન શર્મા, યોગ સાધકો મહેશભાઈ, જીતુભાઈ, હેમલભાઈ, વર્ષાબેન, આરતીબેન વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે યોગપદ યાત્રા રેલીને ઉપસ્થિત લોકો દ્વારા લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવી હતી. યોગ રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી શરૂ થઈ હતી. અંતમાં આભારવિધિ સુરેન્દ્રનગર યોગ સંયોજક નીતાબેન દેસાઈએ કરી હતી.