🔥Holi 2023 શુભ મુહૂર્ત :-
હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ઘણું મહત્વ રહેલું છે, કેલેન્ડર વર્ષ મુજબ હોળી વર્ષનો શરૂઆતનો મોટો તહેવાર છે. હોળી એ રંગોનો તહેવાર છે, લોકો હોળીના શુભ મુહૂર્ત તથા રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ એ બાબતે પૂછતા હોય છે. હોળીનો તહેવાર આખા ભારતભરમાં ધામધૂમ થી ઉજવાય છે, આ વખતે કેલેન્ડર મુજબ ધુળેટી આઠમી માર્ચે ઉજવવામાં આવશે જ્યારે હોલિકા દહન ઘણી જગ્યાએ સાતમી મારશે તો ઘણી જગ્યાએ છ માર્ચે ઉજવવામાં આવશે.
🙏 Holi 2023 હોળીના શુભ મુહૂર્ત
💫 હોળી કઈ તારીખે છે 6 માર્ચે કે 7 માર્ચે?
આ વખતે હોળી કઈ તારીખે છે તે બાબતે લોકોમાં ઘણી અસમંજસની સ્થિતિ જોવા મળે છે, હોલિકા દહન નો શુભ સમય દરેક લોકોની જાણવાની ઈચ્છા હોય છે, કારણ કે દરેકે ગામ /વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવે છે, જેની પૂજા કર્યા બાદ લોકો જમતા હોય છે. આ વર્ષે ફાગણ મહિનાની પૂનમ તીથી 6 માર્ચ 2023 ના રોજ બપોરે 02: 47 વાગ્યે શરૂ થશે, તે 7 માર્ચ 2023 ના રોજ સાંજે 04:39 વાગ્યે સમાપ્ત થશે. હોલિકા દહન સાંજે કરવામાં આવશે, એટલે કે આ વખતે હોલીકા દહન 7 માર્ચે છે, જોકે 7મી માર્ચે મંગળવાર હોવાથી ઘણી જગ્યાએ સોમવાર એટલે કે છઠ્ઠી માર્ચે હોલિકા દહન કરવામાં આવશે.
🔰હોલિકા દહન માટે જરૂરી સામગ્રી🔷
હોલિકા દહનની પૂજા અમુક વિશેષ વસ્તુઓ વગર અધુરી માનવામાં આવે છે, તેથી પૂજા પહેલા આ વસ્તુઓની વ્યવસ્થા અવશ્ય કરી લેવી જોઈએ… જેમાં એક વાડકી પાણી, ગાયના છાણની માળા, રોલી, અક્ષત, અગરબત્તી, ફળ, ફૂલ, મીઠાઈ, કલાવા, હળદરના ટુકડા, મગની દાળ, પતાસા, ગુલાલ પાઉડર, નાળિયેર, આખું અનાજ વગેરે હોવું જોઈએ.
🔰હોળી કઈ તારીખે છે?
⏩પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023 ના રોજ સાંજે 04: 17 વાગ્યે શરૂ થશે, બીજા દિવસે 07 માર્ચ 2023 ના રોજ સાંજે 06:09 વાગ્યે થશે.
🔰રાશી પ્રમાણે કોઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ
⏩મેષ રાશિ: મેષ રાશિના લોકોએ પૈસાની સાથે કપડાનું અને ખાસ આ દિવસે ગોળનું દાન કરવું ફળદાયી રહેશે.
⏩વૃષભ રાશી: વૃષભ રાશીના લોકોએ ભોજનનું અને વસ્ત્રોનું દાન કરવું ફળદાયી રહેશે.
⏩કર્ક રાશિ: કર્કરાશીના લોકોને મગની દાળ અને ચોખા મિક્સ કરીને દાનમાં આપવા જોઈએ.
⏩મકર રાશિ : મકર રાશિના લોકોને ફળની સાથે લોખંડની વસ્તુઓનું દાન કરવું ફળદાઈ રહેશે
⏩કુંભ રાશિ : કુંભ રાશી ના લોકોએ કાળા કપડામાં બાંધીને ઉભા અડદનું દાન કરવું ફળદાયી રહેશે
⏩મીન રાશિ : મીન રાશી ના લોકોએ વસ્ત્રોનું અને વિવિધ પ્રકારના અનાજનું દાન કરવું ફળદાયીરહેશે.
⏩સિંહ રાશી : સિંહ રાશી ના લોકોએ ઘઉંનો દાન અને સાથે જ મસાલા કે ચીમની જેવી કોઈ વસ્તુનો દાન કરવો પડદાઈ રહેશે.
⏩મિથુન રાશિ: મિથુન રાશિના લોકોએ મગની દાળ અને લીલા વસ્ત્રોનું દાન કરવુ ફળદાયી રહેશે.
⏩કન્યા રાશિ : કન્યા રાશિના લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ.
⏩તુલા રાશિ : તુલા રાશિના લોકોએ આ દિવસે ધાણાની સાથે ખાંડનું દાન કરવું ફળદાયી રહેશે.
⏩વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોને લાલવસ્ત્ર દાનમાં આપવા જોઈએ.
⏩ધન રાશી : ધન રાશી ના લોકોએ ચણાની દાળને પીડા કપડામાં બાંધીને દાન કરવું ફળદાયી રહેશે.
🔷આ પણ જોવો : અત્યારે ફોમ ભરવાના ચાલુ હોય તેવી તમામ નોકરીની જાહેરાત જોવા મળશે.
💻અમારી વેબસાઇડ:- Govtjobnews.in
📲 WhatsApp ગ્રુપ જોડાવા માટે: અહીં ક્લિક કરો
📲 Instagram જોડાવા માટે: અહીં ક્લિક કરો